સુરતમાં કાપડ વેપારી સાથે ૧૧.૩૪ લાખની છેતરપિંડી કરનાર ઠગ તેલંગાણાથી ઝડપાયો.
સુરતમાં કાપડ વેપારી સાથે ૧૧.૩૪ લાખની છેતરપિંડી કરનાર ઠગ તેલંગાણાથી ઝડપાયો.
Published on: 26th May, 2026

સુરતના કાપડ વેપારી સાથે રૂ. ૧૧.૩૪ લાખની છેતરપિંડી કરી ફરાર થયેલા ઠગ અશોક બાસબને સારોલી પોલીસે તેલંગાણાથી ઝડપી પાડ્યો છે. વર્ષ ૨૦૨૩માં આરોપીએ કાપડ ખરીદી ડિલિવરી લીધા બાદ પેમેન્ટ ન ચૂકવી મોબાઇલ બંધ કરી નાસી ગયો હતો. વેપારીની ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીનો તેલંગાણામાં છુપાવાની માહિતી મેળવી, ખાસ ટીમ મોકલી તેને દબોચી લીધો. હાલ વધુ તપાસ ચાલી રહી છે.