જામનગર શહેરના આવાસ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસનું સઘન ચેકિંગ
જામનગર શહેરના આવાસ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસનું સઘન ચેકિંગ
Published on: 27th August, 2026

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ કરવા તેમજ આવાસ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. મોહનનગર, લાલવાડી, કૌષનગર અને સાધના કોલોની જેવા આવાસ વિસ્તારોમાં પોલીસે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાઓ જાણી. સિટી-એ ડિવિઝન પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ, રોમિયોગીરી કરતા શખ્સો અને બહારથી આવીને વસવાટ કરતા લોકો અંગે માહિતી એકત્ર કરી, તેમજ લિસ્ટેડ બૂટલેગરોના રહેણાંક સ્થળોની પણ તપાસ કરી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આવાસ વિસ્તારોમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો હતો.