અમદાવાદમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની સજા
અમદાવાદમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની સજા
Published on: 21st July, 2026

અમદાવાદના માધવપુરામાં 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર 81 વર્ષીય તફઝુલ હુસેન કુરેશીને POCSO કોર્ટે દોષિત ઠેરવી 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત, પીડિત બાળકીને 'ધી ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. 19 ઓક્ટોબર 2024ના રોજ બનેલી આ ઘટનામાં વૃદ્ધે દુકાનમાં બોલાવી બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. 10 સાક્ષીઓ અને 11 દસ્તાવેજી પુરાવા બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.