અમદાવાદ મનપાનો 'આઇકોનિક' રોડ પ્રોજેક્ટ: ચાલુ સ્ટ્રીટ લાઈટ બદલવા કરોડોનો ખર્ચ
અમદાવાદ મનપાનો 'આઇકોનિક' રોડ પ્રોજેક્ટ: ચાલુ સ્ટ્રીટ લાઈટ બદલવા કરોડોનો ખર્ચ
Published on: 21st July, 2026

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જોધપુર વોર્ડમાં કેન્યુગ રોડથી શ્યામલ રોડને 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવાના નામે સારી ગુણવત્તા ધરાવતી હયાત સ્ટ્રીટ લાઈટો બદલવાની યોજના છે. આ માટે રૂ. 3.17 કરોડના ખર્ચે નવા 835 સ્ટ્રીટ પોલ નાખવાનું આયોજન કરાયું છે. નાગરિકો આ નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે આ પૈસા શિક્ષણ કે શહેરમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ પાછળ ખર્ચવા જોઈએ. પ્રદૂષિત પાણી અને સુવિધાઓના અભાવ જેવી સમસ્યાઓ યથાવત છે ત્યારે આ 'આઇકોનિક' રોશની પાછળનો કરોડોનો ધુમાડો ટીકાસ્પદ બન્યો છે.