સુરત સાઇબર ક્રાઈમ દ્વારા ₹125 કરોડના દેશવ્યાપી ફ્રોડનો પર્દાફાશ
સુરત સાઇબર ક્રાઈમ દ્વારા ₹125 કરોડના દેશવ્યાપી ફ્રોડનો પર્દાફાશ
Published on: 11th August, 2026

સુરત સાઇબર ક્રાઇમ સેલે જામતારા-પટણા ગેંગના 4 આરોપીઓને ઝારખંડ અને બિહારમાંથી ધરપકડ કરીને ₹125 કરોડથી વધુની દેશવ્યાપી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ APK ફાઇલ દ્વારા લોકોના ફોન હેક કરીને બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતી હતી. શાતીર ચાંદ નામના મુખ્ય આરોપીએ 336 બોગસ APK ફાઇલો સપ્લાય કરી હતી, જેનાથી 31,174 થી વધુ મોબાઇલ ઉપકરણો પ્રભાવિત થયા હતા. 5,613 લોકોના ફોન હેક કરીને આ વિશાળ ફ્રોડ આચરવામાં આવ્યું હતું. જનતાને અજાણી લિંક કે APK ફાઇલ ડાઉનલોડ ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.