અમદાવાદ AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલાત
અમદાવાદ AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલાત
Published on: 26th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે કડક પગલાં ભર્યા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રૂ. 83 લાખથી વધુ ટેક્સ બાકી રાખનાર પાંચ મિલકતધારકો સામે હરાજીની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ત્રણ મિલકતધારકોએ મિલકતો બંધ હોવાના પુરાવા રજૂ કરી બાકી ટેક્સ ભરવાની ખાતરી આપતાં તેમની હરાજી મોકૂફ રખાઈ. બાકી ટેક્સ ભરવામાં નિષ્ફળ રહેલા બે મિલકતોને રૂ. 1ના ટોકનથી AMC દ્વારા હસ્તગત કરાઈ.