લક્ઝરી બસમાં છ લાખનો દારૃ ઝડપાયો
લક્ઝરી બસમાં છ લાખનો દારૃ ઝડપાયો
Published on: 26th August, 2026

વડોદરાના હરણી ગોલ્ડન ચોકડી પાસે સવારે ફરી દારૃનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે લક્ઝરી બસમાં દારૃ લાવનાર ડ્રાઇવર-ક્લિનરની ધરપકડ કરી છ લાખનો દારૃ અને લક્ઝરી બસ સહિત કુલ ૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે હાલોલ તરફથી આવતી હંસચાલ ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ કરતાં ડિકિમાંથી ૯૪૪ બોટલ દારૃ અને બીયર મળી આવી હતી. પોલીસે બંને ડ્રાઇવર-ક્લિનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.