વિશ્વ પ્રાણી દિવસે વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી
વિશ્વ પ્રાણી દિવસે વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી
Published on: 05th October, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 2 ઓક્ટોબર ગાંધી જયંતી અને 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે કતલખાના સહિત નોનવેજ વેપાર બંધ રાખવાની સૂચના આપી હતી. જોકે, ઘણા વેપારીઓએ પાલન કર્યું નહોતું. વિશ્વ પ્રાણી દિવસે કોર્પોરેશનની ટીમે જેતલપુર બ્રિજ નીચે મચ્છી માર્કેટમાં કાર્યવાહી કરી તેને બંધ કરાવ્યું, ત્યારે વેપારીઓએ હોબાળો મચાવ્યો. વેપારીઓએ આક્ષેપ કર્યો કે માત્ર જેતલપુર માર્કેટ પર કાર્યવાહી થઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વેચાણ ચાલુ છે. કોર્પોરેશન નિયમાનુસાર વર્ષમાં 12 દિવસ વેપાર બંધ રાખે છે.