નળ સરોવરમાં બોટિંગ ફરી શરૂ થશે
નળ સરોવરમાં બોટિંગ ફરી શરૂ થશે
Published on: 05th October, 2026

વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બાદ છેલ્લા બે વર્ષથી બંધ પડેલું નળ સરોવર બોટિંગ ફરી શિયાળાની સિઝનમાં શરૂ થશે. રાજ્ય સરકારના નિયમ ફેરફારો સાથે, વન વિભાગ પ્રાઇવેટ એજન્સી મારફતે બોટિંગ સેવા શરૂ કરશે. ફક્ત સુરક્ષા ધોરણો ધરાવતી બોટનો જ ઉપયોગ થશે. વન વિભાગ ઑક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં નિયત દરે બોટિંગ શરૂ કરશે. સ્થાનિક નાવિકોને લાઇસન્સ આપી રોજગારી મળશે. બોટિંગના ચોક્કસ દર નક્કી થશે, જેથી પ્રવાસીઓને ગેરકાયદે લૂંટમાંથી મુક્તિ મળશે.