કાર્તિકેયનગર, નિલામ્બર સર્કલ અને દિવાળીપુરા-યોગા સર્કલ માર્ગ પર એક તરફી રસ્તો બંધ રહેશે
કાર્તિકેયનગર, નિલામ્બર સર્કલ અને દિવાળીપુરા-યોગા સર્કલ માર્ગ પર એક તરફી રસ્તો બંધ રહેશે
Published on: 05th October, 2026

Vadodara News: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને કારણે વાહનચાલકોને આગામી દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા બે સ્થળોએ ઊંડી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. વોર્ડ નંબર-11ની કચેરીથી નિલામ્બર સર્કલ સુધી અને દિવાળીપુરા ગામ ચાર રસ્તાથી યોગા સર્કલ થઈ શ્રેણિક પાર્ક સર્કલ સુધીના માર્ગ પર કામગીરી ચાલશે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તાની એક તરફનો વાહન વ્યવહાર બંધ રહેશે. ખોદકામના કારણે વાહનચાલકોને પ્રવેશ ન કરવા સૂચના અપાઈ છે. વ્યસ્ત સમયમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.