અંબાજી ભાદરવી પૂનમ મેળા પહેલાં ફૂડ સેફ્ટી એક્શન
અંબાજી ભાદરવી પૂનમ મેળા પહેલાં ફૂડ સેફ્ટી એક્શન
Published on: 02nd September, 2026

અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મેળા પહેલાં, બનાસકાંઠા જિલ્લાનું ફૂડ સેફ્ટી તંત્ર ફૂડ સેફ્ટી વાન સાથે સક્રિય થયું છે. લાખો ભક્તોને શુદ્ધ અને સલામત ભોજન મળે તે માટે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં 72 ખાદ્ય પેઢીઓનું ચેકિંગ કરાયું. આ દરમિયાન, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ થયું. સ્વાસ્થ્ય માટે હાનિકારક 7 લીટર બળેલા તેલ, 3 કિલો અખાદ્ય પેપર અને 2 ડબ્બી સિન્થેટિક કલરનો સ્થળ પર જ નાશ કરાયો. મેળા દરમિયાન પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.