વલસાડના ડૉ. ભૈરવી જોષીને આંતરરાષ્ટ્રીય સન્માન
વલસાડના ડૉ. ભૈરવી જોષીને આંતરરાષ્ટ્રીય સન્માન
Published on: 02nd September, 2026

વલસાડના ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને ભારતમાં સાયકલિંગ મૂવમેન્ટને પ્રોત્સાહન અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટમાં યોગદાન બદલ ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરાયા. નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ એનાયત થયો. ડૉ. જોષીએ 'BYCS ઇન્ડિયા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી, જેના નેતૃત્વ હેઠળ 'બાઇસિકલ મેયર નેટવર્ક' 56થી વધુ શહેરોમાં વિસ્તર્યું. તેમનું કાર્ય એક્ટિવ મોબિલિટી, પબ્લિક હેલ્થ, અને પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસ જેવા ક્ષેત્રોને આવરી લે છે.