વડોદરા વોર્ડ 14માં ડ્રેનેજ પ્રેશર લાઈનમાં ભંગાણ
વડોદરા વોર્ડ 14માં ડ્રેનેજ પ્રેશર લાઈનમાં ભંગાણ
Published on: 02nd September, 2026

વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં પ્રતાપ ટોકીઝ પાસે ડ્રેનેજની પ્રેશર લાઈનમાં થયેલા ભંગાણને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂની લાઈનમાં લીકેજ સર્જાતા હાલમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાત સુધીમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. આ સમારકામને કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી રહી છે, પરંતુ કાર્ય પૂર્ણ થતા ટ્રાફિક સરળ બનશે તેવી અપેક્ષા છે.