અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું અણઘડ ગણિત!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું અણઘડ ગણિત!
Published on: 02nd September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વૃક્ષારોપણ પર થતા ખર્ચ સામે સવાલો ઉઠી રહ્યા છે. 'કેચ ફાઉન્ડેશન'ને 20,000 વૃક્ષ વાવવા અને ત્રણ વર્ષ સુધી જાળવણી માટે પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયા ચૂકવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે, જેમાં કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી તરફ, વૃક્ષ કાપવા બદલ માત્ર 2,500 રૂપિયા વસૂલાય છે. રાજ્ય સરકારના સદ્ભાવના એનજીઓ સાથેના MoU મુજબ પ્રતિ વૃક્ષ 1,490 રૂપિયા ખર્ચ થાય છે, ત્યારે AMC કેમ ઊંચી રકમ ચૂકવી રહ્યું છે તે સ્પષ્ટ નથી. આ ઉપરાંત, 'મિશન ફોર મિલિયન' હેઠળ નવા રોપાને બદલે જૂના રોપા પર નવા બોર્ડ લગાવી છેતરપિંડીનો પણ આરોપ છે.