અમદાવાદના 2 વિસ્તારમાં બનશે 700 સ્માર્ટ પાર્કિંગ!
અમદાવાદના 2 વિસ્તારમાં બનશે 700 સ્માર્ટ પાર્કિંગ!
Published on: 02nd September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકલક્ષી સુવિધાઓને લગતી મહત્વપૂર્ણ દરખાસ્તો પર ચર્ચા થઈ. હાટકેશ્વર સ્મશાનગૃહના નવીનીકરણમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે વિલંબ થયો છે, જેના માટે ડિઝાઇન ફેરફાર બાદ કામગીરી ઝડપી કરાશે. અન્ય સ્મશાનગૃહોના નવીનીકરણમાં વિલંબના કારણો અંગે કોન્ટ્રાક્ટરો પાસેથી ખુલાસો મંગાવાયો છે. 'કેચ ફાઉન્ડેશન' દ્વારા 1 લાખ વૃક્ષારોપણનું આયોજન છે, જેમાં AMC 20 હજાર વૃક્ષો વાવશે. મકરબા અને સાયન્સ સિટી વિસ્તારમાં કુલ 700 સ્માર્ટ પાર્કિંગ બનશે, જેમાં QR કોડથી પેમેન્ટ થશે અને 80% આવક AMCને મળશે.