વડોદરાના માંડવી દરવાજાના જર્જરિત પીલરના સમારકામમાં અંદાજ કરતાં ૧૮% વધુ ખર્ચ
વડોદરાના માંડવી દરવાજાના જર્જરિત પીલરના સમારકામમાં અંદાજ કરતાં ૧૮% વધુ ખર્ચ
Published on: 02nd September, 2026

વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત પીલરના રિસ્ટોરેશન માટે વડોદરા મહાનગરપાલિકાએ અંદાજિત રકમ કરતાં ૧૮ ટકા વધુ ખર્ચ કર્યો છે. રૂ.૯,૫૭,૭૯૧ના અંદાજ સામે કોન્ટ્રાક્ટરને રૂ.૧૧,૩૦,૧૯૩ ચૂકવવાની મંજૂરી અપાઈ હતી. સલાહકાર મોદી એસોસિયેટ્સને પણ અલગથી ફી ચૂકવાશે. આ ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને કામગીરી સોંપાઈ હતી, જે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ.