અમદાવાદ કોર્પોરેશન 3 હજાર ડિસિલ્ટિંગ મજૂરોની તમામ 12 માગો સ્વીકારી
અમદાવાદ કોર્પોરેશન 3 હજાર ડિસિલ્ટિંગ મજૂરોની તમામ 12 માગો સ્વીકારી
Published on: 14th September, 2026

અમદાવાદમાં 3 હજાર ડિસિલ્ટિંગ મજૂરો દ્વારા વેતન વધારા, આઠ કલાકની શિફ્ટ અને કામ પૂર્ણ થયા બાદ 15 દિવસમાં બિલ ચૂકવણી સહિતની 12 વિવિધ માગોને લઈને ગુરુવારથી હડતાળ શરૂ કરવામાં આવી હતી. રવિવારે વરસાદ પડ્યો અને સોમવારે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દોડતું થયું. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન વકરે તે માટે AMC ના મ્યુનિસિપલ કમિશનર અંતે મજૂરોની તમામ માગો સ્વીકારવા મજબૂર બન્યા, જેના પરિણામે હડતાળનો અંત આવ્યો.