ગુજરાતમાં મેઘતાંડવ યથાવત: 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં મેઘતાંડવ યથાવત: 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
Published on: 14th September, 2026

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદનો માહોલ છે. 14 સપ્ટેમ્બરે થયેલા અતિભારે વરસાદ બાદ પણ મેઘતાંડવનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગે આગામી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની યલો એલર્ટ જાહેર કરી છે, જેમાં કચ્છ-સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. લો-પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આ આગાહી કરવામાં આવી છે.