ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર
ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર
Published on: 14th September, 2026

ગુજરાતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 12 કલાકમાં 250 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગરના વલ્લભીપુરમાં 5.91 ઇંચ ખાબક્યો છે. અમદાવાદ સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, 14 સપ્ટેમ્બરે સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમિયાન 48 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે.