અમદાવાદમાં જળબંબાકાર: પોશ વિસ્તારો પણ ડૂબ્યા
અમદાવાદમાં જળબંબાકાર: પોશ વિસ્તારો પણ ડૂબ્યા
Published on: 14th September, 2026

અમદાવાદ શહેરમાં આજે 14 સપ્ટેમ્બરના રોજ થયેલા માત્ર સાડા ત્રણ ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સિંધુભવન, બોપલ, આંબલી જેવા પોશ વિસ્તારો સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા હતા. કોર્પોરેશનમાં પાણી ભરાવાની 64, ઝાડ પડવાની 23 અને ભયજનક મકાનની 2 મળી કુલ 89 ફરિયાદો નોંધાઈ હતી. પાંચ અંડરપાસ પણ પાણી ભરાતાં બંધ કરવા પડ્યા હતા.