વડા પ્રધાનની અપીલ વચ્ચે સુરતના ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં 'વતન યાત્રા'
વડા પ્રધાનની અપીલ વચ્ચે સુરતના ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં 'વતન યાત્રા'
Published on: 16th September, 2026

વડા પ્રધાનના ઈંધણ બચાવવાના સંદેશા વચ્ચે સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી દ્વારા પાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ તેમના વતન જલગાંવ જિલ્લાના કડમસર ગામ સુધી કરવામાં આવ્યો, જે ચર્ચાનો વિષય બન્યો છે. લગભગ 300 કિલોમીટર દૂર પોતાના ગામમાં મંદિર કાર્યક્રમમાં પહોંચવા માટે સરકારી ગાડી અને સાયરનનો ઉપયોગ થયો, જેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાએ પ્રજાના પૈસે સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ અને તેના ખર્ચ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે, ડેપ્યુટી મેયરનો દાવો છે કે નિયમોનું પાલન થયું છે અને ચાર્જની ભરપાઈ પણ કરાઈ છે.