39 કરોડના બાજવા બ્રિજ પર ખાડા, તિરાડો
39 કરોડના બાજવા બ્રિજ પર ખાડા, તિરાડો
Published on: 16th September, 2026

વડોદરાના રૂ.39 કરોડના ખર્ચે બનેલા બાજવા બ્રિજ પર થોડા જ વર્ષોમાં ખાડા અને તિરાડો જોવા મળી રહી છે. વર્ષ 2016માં શરૂ થયેલી કામગીરી 2024માં પૂર્ણ થઈ, પરંતુ ખુલ્લો મૂક્યા બાદ તરત જ ગાબડું પડ્યું હતું. હાલ બ્રિજ પર ઠેરઠેર મોટા ખાડાઓ, તિરાડો અને કેટલાક સ્થળોએ RCC બ્રિજના સળિયા પણ દેખાઈ રહ્યા છે. ડામરના થીગડા મારવા છતાં નવા ખાડા સર્જાતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. બાંધકામની ગુણવત્તા અને દેખરેખ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.