વડોદરાના વોર્ડ-14ના ચુનારાવાસમાં ડ્રેનેજ-પાણીની સમસ્યા
વડોદરાના વોર્ડ-14ના ચુનારાવાસમાં ડ્રેનેજ-પાણીની સમસ્યા
Published on: 16th September, 2026

વડોદરા શહેરના વોર્ડ નંબર-14માં આવેલા ચુનારાવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ડ્રેનેજ ઉભરાવવાની, નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપ તેમજ પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી ન મળવાની રજૂઆત સાથે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર-14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વિસ્તારમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. ઉપરાંત, પાણી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું ન મળવાની પણ ફરિયાદ છે. રહીશોએ માત્ર હંગામી કામગીરીને બદલે કાયમી ઉકેલની માગ કરી છે.