અમરેલીના લાઠીમાં મહિલા સહિત 4 આરોપીઓ હનીટ્રેપમાં ઝડપાયા
અમરેલીના લાઠીમાં મહિલા સહિત 4 આરોપીઓ હનીટ્રેપમાં ઝડપાયા
Published on: 03rd August, 2026

અમરેલી જિલ્લાના લાઠીમાં હનીટ્રેપના ગંભીર કેસમાં પોલીસે મહિલા સહિત સુરતના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ બાઈકચાલક યુવકને લિફ્ટના બહાને ફસાવી, અપહરણ કરી અઢી લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. યુવક પાસેથી Google Pay અને QR code દ્વારા 58,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત તપાસમાં ત્રણ પુરુષ અને એક મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.