તારીખ 8 થી 10 સપ્ટેમ્બર મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
તારીખ 8 થી 10 સપ્ટેમ્બર મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
Published on: 03rd August, 2026

રાજ્યપાલે રાજ્ય વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કર્યું છે. વિધાનસભા અધ્યક્ષના જણાવ્યા મુજબ ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને ત્રણ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન રાજ્યના વિવિધ જનહિતના મુદ્દાઓ, સરકારી વિધેયકો તેમજ કામકાજ સમિતિ દ્વારા નક્કી કરાયેલા કાર્યો પર ચર્ચા અને કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઓનલાઈન માધ્યમથી પણ વિધાનસભા સમક્ષ રજૂ કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.