આણંદ રેલવે સ્ટેશન નજીક માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા
આણંદ રેલવે સ્ટેશન નજીક માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા
Published on: 03rd August, 2026

આણંદ રેલવે સ્ટેશન નજીક ભાલેજ ઓવર બ્રિજ પાસે અમદાવાદથી વડોદરા તરફ જતી માલગાડીના બે ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રેકને પુનઃસ્થાપિત કરવા અને રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટે ક્રેન સહિતની ભારે મશીનરીની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે.