જામનગરને વધુ 25 AC સિટી બસો મળી, હવે કુલ 50 બસો દોડશે
જામનગરને વધુ 25 AC સિટી બસો મળી, હવે કુલ 50 બસો દોડશે
Published on: 03rd August, 2026

પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ, જામનગર મહાનગરપાલિકાને વધુ 25 AC ઈ-બસ મળતાં કુલ 50 બસો ઉપલબ્ધ થઈ છે. આ નવી બસો 12 નવા રૂટ પર દોડશે, જેમાં શહેરથી 10-15 કિલોમીટરના અંતરે આવેલા ગામડાઓને જોડવામાં આવશે. 110 બસ સ્ટોપ પર રૂટની માહિતી દર્શાવતા આધુનિક પાટિયાં લગાવાયા છે. નવા રૂટ સવાર 6:30 થી રાત્રે 9:30 સુધી સેવા આપશે. આ ડિજિટલ સુવિધા મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે, જે મુસાફરોને ઓનલાઈન બસ પાસ, ટિકિટ બુકિંગ અને લાઇવ બસ ટ્રેકિંગ જેવી સુવિધાઓ પૂરી પાડે છે.