મોડાસાના બાડેસર તળાવનું હવે પ્રમુખ સ્વામી મહારાજ તળાવ તરીકે નામકરણ થશે
મોડાસાના બાડેસર તળાવનું હવે પ્રમુખ સ્વામી મહારાજ તળાવ તરીકે નામકરણ થશે
Published on: 09th August, 2026

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 10મી સ્મૃતિ નિમિત્તે મોડાસા પાલિકા દ્વારા એક વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસાના બાડેસર તળાવને હવે 'પ્રમુખ સ્વામી મહારાજ તળાવ' નામ આપવામાં આવશે. આ નામકરણની તકતીનું અનાવરણ 13 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે તળાવ ખાતે યોજાશે. પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર જીવન સમાજસેવા, સંસ્કાર, વ્યસનમુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે BAPSના સંતો, પાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે.