વેરાવળ પોસ્ટ વિભાગની રક્ષાબંધન માટે ખાસ વ્યવસ્થા,
વેરાવળ પોસ્ટ વિભાગની રક્ષાબંધન માટે ખાસ વ્યવસ્થા,
Published on: 09th August, 2026

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે, વેરાવળ પોસ્ટ વિભાગે રાખડીઓ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે એક ઉમદા પહેલ કરી છે. ખાસ ડિઝાઇન કરાયેલા ₹10 ના કવર પર રાખડીની પ્રતિકૃતિ અને પોસ્ટ વિભાગનો લોગો છે, જેથી ડિલિવરી કર્મચારીઓ તેને અગ્રતા આપી શકે. આ ખાસ વ્યવસ્થા બહેનો દ્વારા મોકલાયેલી રાખડીઓ ભાઈઓ સુધી તાત્કાલિક પહોંચાડવામાં મદદરૂપ થશે. વિદેશ મોકલવા માટે, રાખડી ઓછામાં ઓછા 10 થી 15 દિવસ અગાઉ પોસ્ટ કરવી જરૂરી છે, જેથી સમયસર ડિલિવરી સુનિશ્ચિત થઈ શકે.