વ્યારામાં રખડતાં ઢોરનો ત્રાસ
વ્યારામાં રખડતાં ઢોરનો ત્રાસ
Published on: 09th August, 2026

વ્યારા શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વકરી રહી છે, જેના કારણે મુખ્ય માર્ગો પર વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચાર રસ્તા અને બજાર વિસ્તારોમાં ઢોરના ટોળાં રસ્તા વચ્ચે અડિંગો જમાવી દેતા વાહનચાલકોને અચાનક બ્રેક મારવી કે વાહન વાળવું પડે છે, જેથી પાછળથી આવતા વાહનો સાથે અથડામણનો ભય રહે છે. દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ માટે આ સ્થિતિ અત્યંત જોખમી છે. અગાઉ પણ ઢોરના કારણે અકસ્માતો થયા હોવા છતાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. નાગરિકોની માંગ છે કે ઢોરને પકડવાની ઝુંબેશ નિયમિત થાય, પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી થાય અને પકડાયેલા ઢોર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.