ઘણાં રાજ્યોની સરકારી બસો દેવાંમાં, GSRTC 93% રિકવરી સાથે આત્મનિર્ભર!
ઘણાં રાજ્યોની સરકારી બસો દેવાંમાં, GSRTC 93% રિકવરી સાથે આત્મનિર્ભર!
Published on: 09th August, 2026

દેશના ઘણાં રાજ્યોની સરકારી બસો દેવામાં ડૂબેલી છે, ત્યારે ગુજરાતનું GSRTC 88% થી 93% કોસ્ટ રિકવરી રેટ સાથે સૌથી સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના રિપોર્ટ મુજબ, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો વધુ સ્ટાફ અને ખર્ચના કારણે ગંભીર આર્થિક સંકટમાં છે. ગુજરાત, સંતુલિત ભાડાપત્રક અને ઓછો સ્ટાફ રેશિયો (બસ દીઠ 5.5 કર્મચારી) સાથે સબસિડીમુક્ત આદર્શ મોડલ બન્યું છે. જોકે, EV બસો અપનાવવામાં ગુજરાત હજુ પણ પાછળ છે, જ્યાં કાફલામાં માત્ર 3% EV બસો છે.