મોડાસાના માલપુરના વાડીનાથના મુવાડામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ
મોડાસાના માલપુરના વાડીનાથના મુવાડામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ
Published on: 09th August, 2026

માલપુર તાલુકાના વાડીનાથના મુવાડા ગામે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. પોલીસે વાંકાનેડા બોર તળાવના નરાધમ આરોપી નાનાભાઈ રમણભાઈ ખાંટને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પોલીસ દ્વારા ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરી અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઝડપાયેલો આરોપી બે વર્ષ અગાઉ એક મહિલા સાથે દુષ્કર્મ આચરતાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને જામીન પર બહાર આવ્યો હતો. પોલીસે તેના જામીન રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બાળકી ઘર નજીક દુકાને ગઈ હતી ત્યારે આ કૃત્ય થયું હતું.