ભરૂચના ઝઘડિયામાં રક્ષાબંધન પર્વની ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી
ભરૂચના ઝઘડિયામાં રક્ષાબંધન પર્વની ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી
Published on: 29th August, 2026

શ્રાવણ સુદ પૂર્ણિમાના પવિત્ર અવસરે ઝઘડિયા પંથકમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક એવા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પર્વે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, આરતી ઉતારી અને તેમના સુખ, સમૃદ્ધિ તથા દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. ભાઈઓએ પણ બહેનોને ભેટ આપી તેમની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો. પર્વને લઈને બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી હતી, જ્યાં વિવિધ ડિઝાઈનની રાખડીઓ અને મીઠાઈઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા.