હવે મહેસાણામાં દરેક કામની માહિતી જાહેરમાં જોઈ શકાશે
હવે મહેસાણામાં દરેક કામની માહિતી જાહેરમાં જોઈ શકાશે
Published on: 01st September, 2026

મહેસાણા શહેરમાં હવે જાહેર વિકાસ કાર્યોમાં પારદર્શિતા, ગુણવત્તા અને સમયમર્યાદા સુનિશ્ચિત કરવા માટે દરેક કામના સ્થળે માહિતી દર્શાવતું બોર્ડ ફરજિયાત લગાવવામાં આવશે. મનપાની સામાન્ય સભામાં આ દરખાસ્તને સર્વાનુમતે આવકારવામાં આવી હતી. આ બોર્ડ પર વર્કઓર્ડર નંબર, કોન્ટ્રાક્ટરનું નામ, કામ શરૂ થયાની અને પૂર્ણ થવાની તારીખ જેવી 10 પ્રકારની વિગતો દર્શાવાશે. નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે કમ્પ્લેઇન્ટ QR કોડ પણ હશે. આ બોર્ડ 15 દિવસમાં લગાવી દેવાશે.