જામનગર ડમ્પિંગ પોઈન્ટ પર આગ
જામનગર ડમ્પિંગ પોઈન્ટ પર આગ
Published on: 01st September, 2026

જામનગર મહાનગરપાલિકાના ડમ્પિંગ પોઈન્ટ પર ફરી ભયાનક આગ ભડકી ઊઠી છે, જેના કારણે ઝેરી ધુમાડાથી સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાયું છે. માત્ર ચાર મહિનામાં બીજી વખત લાગેલી આ આગ બાદ પણ મનપાના અધિકારીઓ બેદરકાર જોવા મળ્યા છે. અગાઉ આગ લાગ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે ડમ્પિંગ સાઇટ પર તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ આજદિન સુધી તેનું પાલન કર્યું નથી. આ બેદરકારી અને શંકાસ્પદ નીતિને કારણે આગ લાગવાના સાચા કારણો જાણી શકાતા નથી અને લોકો પર્યાવરણ પ્રદૂષણથી ત્રસ્ત છે.