અકસ્માત બાદ પણ તૂટેલા રોલર ક્રશર બેરીયરનું સમારકામ થયું નથી
અકસ્માત બાદ પણ તૂટેલા રોલર ક્રશર બેરીયરનું સમારકામ થયું નથી
Published on: 14th September, 2026

ભુજ-માંડવી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા રોલર ક્રશર બેરીયરના કારણે ડ્રાઇવરનો બચાવ થયો. પરંતુ અકસ્માતને એક માસ વીતી ગયો હોવા છતાં, તૂટેલા બેરીયરનું સમારકામ કે નવા બેરીયર લગાવવામાં આવ્યા નથી. આ સુરક્ષા કવચ ખુદ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો વાહનચાલકો અને મુસાફરો ચર્ચા કરી રહ્યા છે. જો ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન છે.