મિત્રના કારણે નોટિસોથી કંટાળી યુવાને વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.
મિત્રના કારણે નોટિસોથી કંટાળી યુવાને વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.
Published on: 14th September, 2026

પોરબંદરના અડવાણા ગામના રાણા રામદેવ ઓડેદરા નામના યુવાને પોતાના મિત્ર અર્જુનભાઈ ભરતભાઈ મોઢવાડિયા (ઉર્ફે રાયા) માટે સ્કૂટર લેવા રૂ. 3 લાખની લોન પોતાના નામે કરાવી હતી. મિત્ર અર્જુનભાઈએ શરૂઆતના થોડા હપ્તા ભર્યા બાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું, જેના કારણે રૂ. 1,95,000 ભરવાના બાકી રહ્યા. રાજકોટથી આવતી નોટિસો અને પોલીસ સ્ટેશનના ધક્કાઓથી કંટાળી અને મિત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા, રાણાભાઈએ પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ યુવાનને પોરબંદર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.