CRPF તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા પુત્રનું ભવ્ય સ્વાગત
CRPF તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા પુત્રનું ભવ્ય સ્વાગત
Published on: 14th September, 2026

બહુચરાજી તાલુકાના સુરજ ગામના કરશનભાઈ સકતાભાઈ ભરવાડે મધ્યપ્રદેશના નીમચ ખાતે CRPFની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતાં ગ્રામજનો, આગેવાનો અને સગા-સંબંધીઓ દ્વારા તેમનું જોગણી માતાજીના મંદિરથી નિવાસસ્થાન સુધી રેલી યોજી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. કરશનભાઈએ દેશસેવા માટે પસંદગી બદલ ગૌરવ વ્યક્ત કર્યું અને માતા-પિતાના આશીર્વાદ લીધા. પુત્રને દેશના રક્ષકની વર્દીમાં જોઈ માતા-પિતાની આંખો ખુશીથી છલકાઈ ઉઠી હતી.