દીપડાની હાજરીથી સરાર ગામમાં ફફડાટ
દીપડાની હાજરીથી સરાર ગામમાં ફફડાટ
Published on: 14th September, 2026

વડોદરા નજીકના કાશીપુરા-સરાર અને ખલીપુર ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળી રહી છે. શનિવારે મોડી રાત્રે દીપડાએ એક ખેતરમાં રાખેલા વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે, ખાસ કરીને પશુપાલકોને રાત્રે ઉજાગરા કરવા પડી રહ્યા છે. વનવિભાગે ઘટનાના 30 કલાક બાદ સોમવારે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો, જેના કારણે લોકો વધુ સાવચેત બન્યા છે.