ઈડર ટાઉનહોલમાં સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન
ઈડર ટાઉનહોલમાં સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન
Published on: 14th September, 2026

ઈડરના ટાઉનહોલમાં શનિવારે સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન મોદીના જન્મદિવસથી 17 ઓક્ટોબર સુધી 25 વર્ષના સેવા સંકલ્પના ભાગરૂપે વિવિધ સેવાકીય અને જનજાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવાનો છે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી ડૉ. સંજય દેસાઈ સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ અભિયાન હેઠળ 13 વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં બાઈક રેલી, ચિત્ર સ્પર્ધા, અને નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નાટકનો સમાવેશ થાય છે.