દામનગરના 300 વર્ષ જૂના શિવાલયમાં 47 વર્ષથી અન્નક્ષેત્ર સેવા
દામનગરના 300 વર્ષ જૂના શિવાલયમાં 47 વર્ષથી અન્નક્ષેત્ર સેવા
Published on: 01st September, 2026

દામનગરના વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન "હર હર મહાદેવ"ના નાદ સાથે ભક્તિમય માહોલ છે. 300 વર્ષથી વધુ જૂના આ મંદિરમાં ભૂદેવો દ્વારા પૂજા-અર્ચના કરાય છે. છેલ્લા 47 વર્ષથી અહીં અવિરત અન્નક્ષેત્રની સેવા ચાલી રહી છે, જ્યાં પૂજારી પરિવાર રામરોટી માટે ભોજન એકત્રિત કરી સાધુ-સંતો અને ભક્તોને પ્રસાદી સ્વરૂપે ભોજન કરાવે છે. દર સોમવારે દીપમાળ અને મહિલા મંડળ દ્વારા ધૂન-કીર્તનથી ભક્તિભાવ વ્યક્ત થાય છે.