ગુજરાતમાં GPSC પ્રિલિમનરી પરીક્ષા: સુરક્ષા વચ્ચે ઉમેદવારો આપી રહ્યા છે કસોટી
ગુજરાતમાં GPSC પ્રિલિમનરી પરીક્ષા: સુરક્ષા વચ્ચે ઉમેદવારો આપી રહ્યા છે કસોટી
Published on: 07th June, 2026

ગુજરાતમાં આજે GPSC પ્રિલિમનરી પરીક્ષા રાજ્યભરમાં યોજાઈ રહી છે. સુરત શહેરમાં પણ વ્યાપક આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ, પરીક્ષા પ્રક્રિયા ગંભીરતાથી હેન્ડલ કરાઈ રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરતમાં 7,103 ઉમેદવારો 30 શાળાઓમાં પરીક્ષા આપી રહ્યા છે, જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્માર્ટવોચ અને મોબાઈલ પર પ્રતિબંધ છે, અને ગેરરીતિ રોકવા ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત છે. પારદર્શિતા માટે CCTV મોનિટરિંગ અને પોલીસ બંદોબસ્ત પણ છે.