પાટણ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત
પાટણ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત
Published on: 07th June, 2026

પાટણ-સિદ્ધપુર હાઈવે પર હાજીપુર ગામ પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક બાઈક ચાલકને ઈજા પહોંચી છે. સિદ્ધપુર તરફથી આવતી બાઈકે ઈજાગ્રસ્તને અડફેટે લીધો હતો, જેના પગલે તેને ધારપુર હોસ્પિટલ લઈ જવાયો. ત્યાં હાથના ફ્રેક્ચર અને અન્ય ઈજાઓનું નિદાન થતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. બાલીસણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.