મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો આતંક
મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો આતંક
Published on: 07th June, 2026

મહેસાણા જિલ્લાના સતલાસણા અને ખેરાલુ હાઈવે પર ક્ષમતા કરતાં વધુ ખનીજ ભરીને પસાર થતા ઓવરલોડ આઈવા ડમ્પરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ વાહનો કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ છે. ઓવરલોડ ડમ્પરો સામાન્ય વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગયા છે. તાડપત્રી વગર ચાલતા આ ડમ્પરોમાંથી કપચી અને ડસ્ટ રોડ પર ઉડી રહી છે, જેનાથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.