પાંડેસરા પોલીસ સ્ટેશન બન્યું બાળકીનું પિયર, લાવારીસ નવજાતની છઠ્ઠીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.
પાંડેસરા પોલીસ સ્ટેશન બન્યું બાળકીનું પિયર, લાવારીસ નવજાતની છઠ્ઠીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.
Published on: 07th June, 2026

સુરતના પાંડેસરા વિસ્તારમાં રસ્તા પર લાવારિસ હાલતમાં મળી આવેલી નવજાત બાળકીને પાંડેસરા પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ગુનેગારોની અવરજવર રહેતા પોલીસ સ્ટેશનનું વાતાવરણ ગતરોજ ઉત્સવમાં ફેરવાઈ ગયું હતું. પાંડેસરા પોલીસ પરિવારે ભેગા મળીને બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પરંપરાગત રીતે 'છઠ્ઠી પૂજન'નો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. પોલીસે બાળકીનું નામ 'કશિશ' રાખ્યું છે. આ ઘટનાએ સુરક્ષા સાથે સંવેદનાની નવી મિસાલ પુરી પાડી છે.