અસારવા રેલવે સ્ટેશન પર શેડનો અભાવ, મુસાફરો ગરમીમાં પરેશાન
અસારવા રેલવે સ્ટેશન પર શેડનો અભાવ, મુસાફરો ગરમીમાં પરેશાન
Published on: 02nd May, 2026

અસારવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર શેડ ન હોવાથી મુસાફરોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તકલીફ પડે છે. રેલવેએ દોઢ-બે મહિના પહેલા સ્ટ્રક્ચર ઊભું કર્યું, પણ છત ન નંખાતા મુસાફરો તડકામાં શેકાય છે. ખાસ કરીને બપોરની ટ્રેનો માટે રાહ જોતા વૃદ્ધો, બાળકો અને મહિલાઓને વધુ હાલાકી ભોગવવી પડે છે. તાત્કાલિક શેડનું કામ પૂર્ણ થવાની માગણી છે.