પાટણમાં ટેલીફેન એક્સ.થી લીલીવાડી સુધીની પાણી નિકાલની ચેમ્બરો સાફ્ કરાઈ.
પાટણમાં ટેલીફેન એક્સ.થી લીલીવાડી સુધીની પાણી નિકાલની ચેમ્બરો સાફ્ કરાઈ.
Published on: 15th May, 2026

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના વોર્ડ નંબર સાતમાં સર્જાતી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને લઈને વિસ્તારના નગરપાલિકાના કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિ દ્વારા ટેલીફેન એક્સચેન્જથી લીલીવાડી સુધીના તમામ રસ્તામાં આવતી વરસાદી પાણીની ચેમ્બરો નગરપાલિકામાં રજૂઆત કરી પાલિકાની ટીમને બોલાવી સાફ્-સફઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેમ્બરોની સફઈ કામગીરી દરમિયાન આગામી ચોમાસામાં આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા વિસ્તારની પ્રજાએ વ્યક્ત કરી હતી.