સુરતમાં બાળકને લાફો મારતો વીડિયો વાયરલ
સુરતમાં બાળકને લાફો મારતો વીડિયો વાયરલ
Published on: 04th October, 2026

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી રાજહંસ સિમ્ફોનિયા સોસાયટીમાં બાળકને લાફો મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. CCTV ફૂટેજમાં એક વ્યક્તિ બાળકને મારતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ ઘટના બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બની હતી. દિવ્યાંગ બાળકી સાથે ઝઘડો થતાં બાળકીના પિતાએ ગુસ્સામાં આવી બાળકને લાફો માર્યો હોવાનું કહેવાય છે. જોકે, બાદમાં સોસાયટીના આગેવાનોની મધ્યસ્થીથી બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.