વડોદરાની ચોખંડી શાક માર્કેટ પાસે ભુવામાં વધુ એક ટ્રક ફસાઈ
વડોદરાની ચોખંડી શાક માર્કેટ પાસે ભુવામાં વધુ એક ટ્રક ફસાઈ
Published on: 04th October, 2026

વડોદરા શહેરમાં રસ્તા પર ખોદકામ બાદ અપૂરતા પુરાણ અને સમારકામથી વાહનચાલકો મુશ્કેલીમાં છે. ગઈકાલે રાત્રે ચોખંડી શાક માર્કેટ પાસે રસ્તામાં ભુવો પડતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. તાજેતરના ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતાં ટ્રકના પૈડાં ખૂંપી ગયાં હતાં. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિ વારંવાર સર્જાઈ રહી છે. ચાર દિવસ પહેલાં પણ પ્રતાપનગર બ્રિજ નીચે આવી જ ઘટના બની હતી. કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા થયા છે.