સુરતમાં કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ, 6 લોકોને ફાયર વિભાગે બચાવ્યા
સુરતમાં કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ, 6 લોકોને ફાયર વિભાગે બચાવ્યા
Published on: 04th October, 2026

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી 'કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટ'માં લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે B-2 લેવલ પર અધવચ્ચે અટકી ગઈ હતી. આ ઘટનામાં લિફ્ટમાં સવાર 6 લોકો ફસાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. ફાયર વિભાગની ટીમે લગભગ 1 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, જેના કારણે વેપારીઓ અને ફસાયેલા લોકોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો.